ડોકટર વિરોધ : ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશ

ડોકટર વિરોધ

ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશ અને ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા રાજ્યભરમાં આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજે રાજકોટ સિવિલની PDU મેડિકલ કોલેજ ખાતે ડોક્ટરો દ્વારા આજે ત્રીજા દિવસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આજે હોસ્પિટલ કેમ્પસ ખાતે રેલી યોજી ઉગ્ર સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટ મેડિકલ કોલેજના 180 તબીબી શિક્ષકો અને રાજકોટ જિલ્લાના 150 સરકારી તબીબો મળીને કુલ 330 તબીબો સંયુક્ત થઈને આંદોલનની શરૂઆત કરી છે.આજે આંદોલનનો ત્રીજો દિવસ છે. તબીબોની માગ છે કે, ગત તારીખ 16/05/21ના રોજ અગાઉની સરકારે તબીબી શિક્ષકોની 12 મુદાની માગણી મંજૂર કરતો એક ઠરાવ કર્યો હતો. પરંતુ 6 મહિના વીત્યા હોવા છતાં 9 માગણીઓમાં તો કોઈ જ કાર્યવાહી થઈ નથી. આ માગણીઓમાં એડહોક સેવા નિમિયત કરવી, ઉચ્ચ પગાર ધોરણ આપવું, પ્રમોશન કરવા, ઉચ્ચ પગાર ધોરણ સાથે નામાભિધાન કરવું, હંગામી બઢતીને આગળ ચાલુ રાખવી, 15% સિનિયરનો લાભ આપવો વગેરે એક પણ કામ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું નથી.તદઉપરાંત તાજેતરમાં 22/11/2021ના રોજ એક નવો ઠરાવ કર્યો છે. જેમાં મહત્તમ પગાર 2,37,500થી ઘટાડી 2,24,500 કર્યો છે અને આ જ ઠરાવમાં 2012માં મોદી સાહેબની સરકારે આપેલો પર્સનલ પેનો લાભ પણ પરત લીધો છે. 22/11/2021ના રોજ આરોગ્ય વિભાગ દ્વારા એક જ નંબરના 3 ઠરાવ કરીને ગુજરાતના તમામ તબીબો માટે આ મહત્તમ પગારની મર્યાદા 2,24,500 કરી છે.ઉલ્લેખનીય છે કે, સોમવારથી શરૂ થયેલા તબીબી શિક્ષકોના વિરોધે નવી સરકારના મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગ પાસે તત્કાલિન મુખ્યમંત્રીએ કરેલા ઠરાવ મુજબની માગણી સંતોષવા રજુઆત કરી છે, જે સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.


Comments

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment