ભારતમાં પ્રાણવાયુ ઓક્સિજનની અછતના કારણો અને તારણો

દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના અને તેના ઉપચારમાં ઉપયોગી પ્રાણવાયુ ઓક્સિજનની અછત સામે આખોય દેશ ઝઝૂમી રહ્યો છે. આજે સૌ કોઈ ઓક્સિજનના ઉત્પાદન અંગે ગંભીર ચિંતામાં ગરકાવ છે અને ઓક્સિજનનું અધિક ઉત્પાદન દેશભરમાં ચર્ચાસ્પદ મુદ્દો બન્યો છે. ઓક્સિજનની અછતને પહોંચી વળવા સરકાર અને દેશવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા છે ત્યારે આજે આપણે વાત કરીશું આ ઓક્સિજનની આવશ્યકતા, આપૂર્તિ અને વૈકલ્પિક સંસાધનો વિશે.  

મેડિકલ ઓક્સિજન અને તેની ઉપયોગીતા:-
મેડિકલ ઓક્સિજન (Medical Oxygen) એટલે 98% જેટલો શુદ્ધ ઓક્સિજન વાયુ. જેમાં ભેજ, ધૂળ અથવા અન્ય વાયુઓ જેવી કોઈ અશુદ્ધિઓ હોતી નથી. સામાન્ય રીતે હવામાં માત્ર 21% ઓક્સિજન હોય છે. વર્ષ 2015થી ઓક્સિજનને આવશ્યક દવાઓની શ્રેણીમાં કાયદાકીય રીતે સ્થાન પ્રાપ્ત છે. મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન વૈજ્ઞાનિક રીતે પ્રવાહી અવસ્થામાં મોટા-મોટા પ્લાન્ટ્સમાં કરવામાં આવે છે. મેડિકલ ઓક્સિજનની ઉણપથી શ્વાસોચ્છશ્વાસની ગંભીર સમસ્યા સર્જાય છે.

તમારા શરીરને દૈનિક કેટલા ઓક્સિજનની જરૂર પડે છે?
તંદુરસ્ત વ્યક્તિ એક મિનિટમાં 12 થી 20 વખત શ્વાસ લે છે. એક પુખ્તવયની વ્યકિત જ્યારે કોઈ શ્રમ ન કરતી હોય ત્યારે શ્વાસ લેવા દર મિનિટે 7-8 લિટર હવાની જરૂર પડે છે. એક વ્યક્તિને 24 કલાકમાં લગભગ 550 લિટર શુદ્ધ ઓક્સિજનની જરૂર પડે છે. વધુ શારીરીક શ્રમ કરતી વખતે વધુ ઓક્સિજનની જરૂર પડતી હોય છે. કોરોનાના દર્દીઓમાં ઓક્સિજન 94 ટકાથી ઘટી જાય તો દર્દીને ઓક્સિજન થેરાપીની જરૂર પડે છે. દર્દીને પૂરક ઓક્સિજન સિલિન્ડર દ્વારા માસ્ક સાથે અથવા વગર, નળી દ્વારા પ્રદાન કરવામાં આવે છે.

શરીરમાં ઓક્સિજનની ઉણપના લક્ષણો:-
1. શ્વાસ લેવામાં તકલીફ
2. થાક લાગવો
3. ગુંગણામણ કે ગભરામણ થવી
4. હોઠ કે ચહેરાનો રંગ વાદળી થઈ જવો
5. છાતીમાં દુખાવો કે બળતરા સાથે કંપારી થવી
6. ચાલવામાં કે ઉભા થવામાં તકલીફ

ઓક્સિજનની અછત કેમ સર્જાઈ?
કોરોના વાયરસ (Covid-19) સીધો દર્દીઓના ફેફસાં પર હુમલો કરી તેને ડેમેજ કરી નાંખે છે. ફેફસામાં ગંભીર ક્ષતિ સર્જાતા કોરોનાગ્રસ્ત દર્દીને શ્વાસોચ્છશ્વાસમાં ભારે તકલીફ અનુભવાય છે, દર્દીમાં ઓક્સિજન લેવલ (Oxygen Level) જરૂરીયાત કરતાં અત્યંત ઓછુ થઇ જાય છે. કુદરતી રીતે શ્વાસ ન લઈ શકતા દર્દીને ૧૫ થી ૬૦ લીટર સુધીનો ઓક્સિજન દર મીનીટે આપવો પડે છે. દેશભરની કોવીડ હોસ્પિટલો કોરોનાગ્રસ્ત અને શ્વાસોચ્છશ્વાસની ગંભીર સમસ્યાથી પીડાતા દર્દીઓથી ઉભરાઈ રહી છે. પરિણામે ઓક્સિજનની માંગ તેના પુરવઠા કરતા અનેકઘણી વધી જતાં અછત સર્જાઈ છે.

ભારતમાં શું છે પરિસ્થિતી?
કોરોનાકાળ (Pandemic) પહેલા ભારતમાં મેડિકલ ઓક્સિજનનો દૈનિક વપરાશ 1000-1200 મેટ્રિક ટન હતો, જે 15 એપ્રિલ, 2021 સુધીમાં વધીને 4,795 મેટ્રિક ટન થઈ ગયો. ઝડપથી વધી રહેલી માંગને કારણે ઓક્સિજનના સપ્લાયમાં ભારે સમસ્યા ઉભી થઈ. દેશભરના પ્લાન્ટમાંથી ડિસ્ટ્રિબ્યુટરમાં પ્રવાહી ઓક્સિજન પહોંચાડવા માટે માત્ર 1200 થી 1500 ક્રાયોજેનિક ટેન્કર ઉપલબ્ધ છે. જે કોરોનાના પ્રથમ તબક્કા દરમિયાન પૂરતું હતું, પરંતુ દરરોજ લાખોની સંખ્યામાં દર્દીઓ આવતા ઓક્સિજન ઉત્પાદનની સાથોસાથ ટેન્કર્સની પણ ભારે અછત સર્જાઈ છે. વળી, પ્રવાહી ઓક્સિજનને ગેસમાં રૂપાંતરિત કરવા અને તેને ફરી સિલિન્ડરમાં ભરવા માટે ખાલી સિલિન્ડર્સની પણ અછત છે.

શરીરમાં ઓક્સિજનની ઉણપ નિવારવાના ઉપાયો:-
ઓક્સિજનની ઉણપ નિવારવા (Remedy) માટે નાના-મોટા અનેક પ્રયોગો કારગત નિવડે તેવા છે. જેમાં સૌ પ્રથમ પ્રોન પોઝિંગ સરકારી ગાઈડલાઈન મુજબનો અને સરળ અને હાથવગો ઉપાય છે. જેમાં દર્દીને પલંગ અથવા જમીન પર પેટને પલંગ તરફ રાખી સૂચવ્યા સૂવાની મુજબ કસરત કરવી જોઈએ. પ્રોનીંગને લગતા વીડિયો પણ ઇન્ટરનેટ પર પ્રાપ્ય છે.

ઓક્સિજન લેવલ વધારવા કુદરતી ઉપાયો
- પ્રાણાયામ કરવા,
- ઊંડા શ્વાસ લેવા,
- શુદ્ધ પાણી ખૂબ પીવું,
- તાજી હવામાં શ્વાસ લો
- વ્યાયામ કરો, (Exercise)
- વૃક્ષોની આસપાસ કે બગીચામાં બેસવું,
- શરીરમાં હીમોગ્લોબિન વધે તેવો ખોરાક લેવો.

ઓક્સિજન લેવલ વધારવા દેશી ઉપાયો
-
કપૂર, રાઈ, મીઠું અને અજમાના પાવડરની પોટલી બનાવીને સૂંઘવી.
- રાઈ-મીઠું પાણીમાં નાખી ઉકાળી નાસ લેવો.

'ઓક્સિજન કન્સન્ટ્રેટર' એટલે શું?
દર્દીના શરીરમાં કૃત્રિમ રીતે ઓક્સિજન પુરો પાડવા 'ઓક્સિજન કન્સન્ટ્રેટર' સરળ ઉપાય છે. 'ઓક્સિજન કન્સન્ટ્રેટર' એક પ્રકારનું નાનું મશીન છે જેની મદદથી દર્દીના ઘરમાં જ હવાથી ઓક્સિજન ઉત્પન્ન કરી શકાય છે. Oxygen Concentrator ' પ્રેશર સ્વિંગ એબ્સોર્પ્શન ટેકનોલોજી અંતર્ગત કામ કરે છે. 'Oxygen Concentrator’ ખાસ કરીને એવા સ્થાને ઉપયોગી નીવડે છે જ્યાં લિક્વિડ ઓક્સિજન અથવા પ્રેશરાઈઝડ ઓક્સિજનનો ઉપયોગ જોખમી હોય છે. 'ઓક્સિજન કન્સન્ટ્રેટર' હવામાંથી નાઈટ્રોજનને અલગ કરી ઓક્સિજન પેદા કરે છે. એક કન્સન્ટ્રેટર મશીન એક મિનિટમાં 5થી 10 લિટર ઓક્સિજન પેદા કરી શકે છે.

ઓક્સિજન કન્સન્ટ્રેટર'ના ફાયદાઓ
-
ઓછી કિંમતે ઓક્સિજનની જરૂરિયાત સંતોષે છે
- ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્ક કે પ્રેશરાઈઝડ સિલિન્ડરની સરખામણીએ સસ્તો વિકલ્પ   
- 'ઓક્સિજન કન્સન્ટ્રેટર' સાઈઝમાં નાનો હોવાથી ઉપયોગ કરવામાં સરળતા
- ઓક્સિજન સિલિન્ડરની માફક વારંવાર રિફિલ કરવાની જરૂર નથી
- ઓપરેટ કરવા સહાયક ઉપકરણોની જરૂર નથી
- ​​​​​​​વિજળી વિના ઈન્વર્ટર દ્વારા પણ ચલાવી શકાય છે.

સારાંશ :-
ભારત જેવા દેશમાં વકરેલી પ્રાણવાયુની તંગીની સમસ્યા નિવારવા યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. લોકો ઓક્સિજનના અભાવે મૃત્યુ પામી રહ્યા છે. ઓક્સિજનનું ઉત્પાદન કરતા સંસાધનો અપુરતા હોવાથી વિકરાળ સમસ્યાને પહોંચી વળવામાં સક્ષમ નથી. તેવામાં ઓક્સિજનની અછતને દૂર કરવા માટે ઉપલબ્ધ કુદરતી અને ઘરેલુ ઉપચાર સંજીવની સમાન સાબિત થઈ શકે છે. એટલું જ નહી, જેઓ મહામારીનો ભોગ બન્યા નથી તેમની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.

નોંધ: ઉપરોક્ત તમામ માહિતી સંશોધનોના આધારે છે, દર્દીએ તબીબી સલાહ મુજબ જ ઉપયુક્ત પ્રયોગ કરવો.


Comments

Test name February 19, 2016 Reply

There are many variations of passages of Lorem Ipsum available, but the majority have suffered alteration in some form, by injected humour, or randomised words which don't look even slightly believable. If you are going to use a passage of Lorem Ipsum, you need to be sure there isn't anything embarrassing hidden in the middle of text.

Test name February 19, 2016

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Test name February 19, 2016Reply

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

Leave a Comment